Billboard ad 1150*250

નજરબાગથી રફાળેશ્વર સુધીનો રોડ તાકીદે બનાવવાની માંગ

0 366

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ત્રીઝ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે નજરબાગ રેલ્વે સ્ટેશનથી રફાળેશ્વર સુધી રેલ્વે ટ્રેકની બાજુમાં જુનો રોડ આવેલ છે. રફાળેશ્વર જવા માટે આ રોડનો અનેક વાહનચાલકો ઉપયોગ કરે છે જોકે આ રોડ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત હાલતમાં હોય જેથી વાહન ચલાવવા મુશ્કેલ છે તો રાહદારી પણ ચાલી સકે તેમ નથી જેથી આ રોડ પર અકસ્માતના બનાવોની શક્યતા વધી ગઈ છે. જેથી આ રોડનું વિના વિલંબે રીપેરીંગ કરવામાં આવે જેથી હજારો વાહનચાલકો અને રાહદારીઓને રાહત મળી સકે તેવી માંગ કરવામાં આવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat