


મોરબી તાલુકાના કાર્યભારને ધ્યાને લઈને નવો મોરબી સીટી તાલુકો ઉભો કરી કામનું વિભાજન કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે
મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકો એ સમગ્ર રાજ્યનો અવ્વ્લ નંબરનો 110 થી વધુ ગામોનું કાર્યભારણ ધરાવતો તાલુકો છે મોરબી તાલુકાના મહેસુલી સહિતના તમામ રોજબરોજના કામો માટે અરજદારોને મામલતદાર કચેરીએ અનેક ધક્કા થાય છે મોરબી તાલુકાના હાલના સેટઅપ મુજબ કર્મચારીઓ અને ખાલી જગ્યાઓને લીધે અરજદારોના કામોમાં વિલંબિત થાય છે સમયમર્યાદાના કામોનો સમયસર નિકાલ ના આવવાથી લોકોને મુશ્કેલી પડે છે જે સ્થિતિ નિવારવા માટે મોરબી તાલુકા કાર્યબોજનું વિભાજન કરી મોરબી શહેરના નજીકના વિસ્તારને આવરી લેતા મોરબી સીટી તાલુકા બનાવવો અનિવાર્ય છે
જે બાબતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પૂરતી વિગતો ટાંકીને મોરબી વિસ્તારના કૂદકે ને ભૂસકે થઇ રહેલા ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઇ રાજ્યના મહેસુલી તંત્ર સમક્ષ અગાઉ રજુઆત કરેલી ત્યારે હવે સમય પાકી ગયો છે કે મોરબી તાલુકાની પ્રજાના મહેસુલી કામો, ગરીબોને મળવાપાત્ર સહાયના કામો ઉપરાંત જરૂરી દાખલાઓ અને પ્રમાણપત્રો સમયસર મળી રહે તે માટે પૂરતા સેટઅપ સાથેનો નવો મોરબી સીટી તાલુકો ઉભો કરી પ્રજાની સમસ્યાનું સમયસર નિરાકરણ લાવવાની માંગ કરી છે