મોરબીના ભક્તિનગર સર્કલ નજીક સ્પીડ બ્રેકર બનાવવાની માંગ

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક આવેલી સોસાયટીના રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના લાયન્સનગર વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શનાળા બાયપાસ નજીક શનાળાથી આવતા મોરબી તરફના ભારે વાહનો સ્પીડથી દોડતા હોય છે જેથી આ વિસ્તારના ગોકુલનગર, લાયન્સનગર, તુલસી પાર્ક, આનંદનગર વિસ્તારના રહીશોને સતત અકસ્માતનો ભય સતાવે છે. જેથી ભારે વાહનોની ગતિને ડામવા માટે સ્પીડ બ્રેકર મુકવામાં આવે જેથી અકસ્માતો અટકી સકે અને સ્થાનિક રહીશો પણ ભય મુક્ત બને તો આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat