Billboard ad 1150*250

મોરબીમાં સતત ઉભરાતી ગટરના ત્રાસમાંથી મોરબીની પ્રજાને મુક્તિ આપવાની માંગ

0 64
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી શહેરમાં અનેક વિસ્તારોમાં છાશવારે ગટર ઉભરાવવાનો પ્રશ્ન જોવા મળે છે ત્યારે આ મામલે સંસ્થા દ્વારા રાજ્યના મંત્રીને પત્ર પાઠવીને મોરબીની પ્રજાને ગટરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે

        ઇન્ટરનેશનલ હુમn રાઈટ એસોના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરના કામો ભૂગર્ભ ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરાવવામાં આવેલ છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ દરરોજ અનેક વિસ્તારમાં ગટર ઉભરવાના અને ગટરના ગંદા પાણી રોડ ઉપર તેમજ રહેણાંક વિસ્તાર માં ભરાઈ રહેવાના બનાવો બનતા રહે છે. આના કારણે કોલોને ખુબજ પરેશાની ભોગવવી પડે છે. તેમજ રોગચાળો પણ ફેલાય છે. લોકો જાણે કે નર્કાગારમાં રહેતા હોય તેવું લાગી રહ્યું છે આની ફરિયાદ કરતા નગરપાલિકા તંત્ર ભૂગર્ભ ગટર વ્યવસ્થા બોર્ડ તરફ ખો આપે છે. અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા બોર્ડ પાલિકા પર જવાબદારી ધોળી દે છે. બંને બાજુએથી ભોગ તો સ્થાનિક પ્રજા એજ બનવું પડે છે. આના કારણે મોરબી શહેર માં સફાઈ પણ વ્યવસ્થીત થતી નથી .

સફાઈ બાબતે પણ એક તરફ પાલિકાના સફાઈ કામદારો અને સફાઈ માટેના કોન્ટ્રાક્ટરો હોવા છતાં મોરબી ગંદકીનું ઘર બનેલ છે. મોરબી શહેરની એક સમયની સૌરાષ્ટ્રના પેરીસ  તરીકેની છાપ જ જાણે ભૂસાય ગઈ છે. મોરબી ની મચ્છુ નદી પણ જાણે ગટરનો પર્યાય બની ગઈ છે. જેથી મોરબી નગર પાલિકા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા બોર્ડ વચ્ચે સમન્વય કરાવીને મોરબી શહેર માં ભૂગર્ભ ગટરનું વ્યવસ્થીત સમારકામ તેમજ નિભાવણી થાય અને લોકોને આ ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે તેમજ પ્રશ્ન નાં ઉકેલાય તો આંદોલન કરવાનું પણ અંતમાં જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat