


ગુજરાત સરકારે ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી ના આપીને અન્યાય કાર્યો છે તો હાલ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો છે જેમાંથી સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લાના ખેડૂતોને આગોતરું વાવેતર કરવા પાણી આપવાની માંગ કરવામ આવી છે.
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જો આગોતરું વાવેતર કરવા દેવામાં આવેતો જેતે વિસ્તારના ખેડૂતો ને ઉત્પાદન માં ખુબજ મોટો ફાયદો થાય તેમછે અને રવિ સીઝન માટે પણ આગોતરો પાક વહેલો પાકવાથી આયોજન કરી સકાય તેમ છે. અને આમ બે સીઝનના પાકને આનાથી ફાયદો થશે.
આમ પણ આ બાકી રહેલ પાણી ચોમાસામાં સારા વરસાદો થતા ડેમ ઓવરફ્લો થશે તો વધારાનું પાણી દરીયામાં ચાલ્યું જશે. તો હાલમાં જે પાણી પડ્યું છે. તેનો કોઈ ફાયદો થશે નહી. પરંતુ જો આ પાણી ખેડૂતોને આપવામાં આવશે તો ખેડૂતોને ખુબજ મોટો ફાયદો થશે. આમાં હાલમાં પરેશાન જગતનો તાત પણ રાહત અનુભવશે. તો આ બાબતે યોગ્ય આયોજન કરી વહેલાસર નિણર્ય લઇ ખેડૂતોને તેમજ રાષ્ટ્ર ને ફાયદો થાય તેવો નિણર્ય લેવા માંગ કરવામાં આવી છે.

