



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
જીલ્લા એસપીને કરી લેખિત રજૂઆત
મોરબીના ભડિયાદ ગામે નિયમોની એસીતેસી કરીને ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હોય જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે અને બિલ્ડરો સામે કાયદેસર કાર્યવાહી કરવા જીલ્લા એસપીને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના ભડિયાદ ગામના રહેવાસી પ્રવીણભાઈ કાનજીભાઈ સાગઠીયાએ જીલ્લા એસપીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ભડિયાદ ગામે જંગલેશ્વર વિસ્તારમાં સર્વે નં ૧૧૫/૧ બ્લોક નં ૧૭ ની બિનખેતી થયેલ જે જમીન પર કાયદાની એસીતેસી કરીને બિલ્ડરો દામજીભાઈ ઉર્ફે અમરશીભાઈ સીન્ધાભાઈ, જીતુભાઈ રામજીભાઈ અને પરેશભાઈ સહિતના બિલ્ડરોબાંધકામ કરી રહ્યા છે જે અંગે સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં બાંધકામ અટકાવેલ નથી એપાર્ટમેન્ટના બાંધકામમાં ગત તા. ૦૮-૦૭ ના રોજ છઠ્ઠા માળેથી છતના ફર્માની પ્લેટો નીચે પડતા અરજદારનો ભાઈ ગૌતમ સાગઠીયાનો પગ ભાંગી ગયો છે અને કેસ ના થાય જેથી પ્રાઇવેટ દવાખાનામાં પાટો બંધાવીને ભીનું સંકેલી લેવામાં આવ્યું છે પરંતુ દુખાવો થતા ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ અને પોલીસે નિવેદન પણ લીધા છે જોકે નાના ભાઈને ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આમ રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે



