મોરબી જીલ્લાના ખેડૂતોને ધિરાણમાં વ્યાજ માફી આપવાની માંગ

જીલ્લા પંચાયત પ્રમુખે કરી મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે અને ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું હોય તે ભરી શકવા સક્ષમ ના હોય જેથી ખેડૂતોને વ્યાજની માફી આપવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે જેમાં રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર અને હળવદ તાલુકામાં ચાલુ ચોમાસામાં ઘણો ઓછો કે નહીવત વરસાદ થયો છે જેથી અત્યારે ખેડૂતોને ચોમાસાના પાક ઉત્પાદન પર મોટો ફટકો પડ્યો છે પરિણામે ખેડૂતોની સ્થિતિ દયનીય થવા પામી છે આવા સંજોગોમાં ખેડૂતોએ જે પાક ધિરાણો કે અન્ય ધિરાણ લીધેલ હોય તે ભરી નહિ સકે

જેથી ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ રાખ્હી ખેડૂતોના દેવાઓ અને ધિરાણ પરના વ્યાજ માફી આપવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની પણ તંગી સર્જાઈ છે જેથી ઘાસચારાની તાકીદે વ્યવસ્થા કરવામાં આવે તેમજ ખેડૂતોના પાકને બચાવવા નર્મદા કેનાલનું પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat