માળીયાના સુલતાનપુર ગામમાં સસ્તા અનાજની દુકાન મંજુર કરવાની માંગ
ગ્રામ પંચાયતે માળિયા મામલતદારને કરી રજૂઆત


માળિયા તાલુકાના સુલતાનપુર ગામમાં સસ્તા અનાજની દુકાન ના હોવાથી ગ્રામજનોને અન્ય ગામ રાશન માટે જવું પડે છે જેથી સુલતાનપુર ગામમાં સસ્તા અનાજની દુકાન મંજુર કરવાની માંગ કરવામાં આવી છે.
સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા માળિયા મામલતદારને રજૂઆત કરી જણાવ્યું છે કે સુલતાનપુર ગામના સસ્તા અનાજની દુકાન ણા હોવાથી ગ્રામજનોને ખાખરેચી જવું પડે છે આસપાસના ગામો જેવા કે માણાબા, ચીખલી સહિતના ગામોમાં પણ સસ્તા અનાજની દુકાન ના હોવાથી ખાખરેચી જવું પડે છે જે સુલતાનપુર કેનાલ રસ્તેથી જતા ૭ કિમી દુર છે અને ત્યાં જવા માટે વાહનવ્યવહારની સગવડ નથી તો ચોમાસામાં રસ્તો બંધ થઇ જાય છે અને હાઈવે થઈને જાતા ૧૭ કિમી ફરવા જવું પડે છે
જેથી સુલતાનપુર ગામના ૨૦ ટકા લોકો જ ત્યાં જઈ સકે છે અને ૮૦ ટકા લોકો પોતાના હકના રાશનથી વંચિત રહી જાય છે જેથી સુલતાનપુર ગામમાં સસ્તા અનાજની દુકાનને મંજુરી આપવામાં આવે તો સુલ્તાનપુર ઉપરાંત માણાબા અને ચીખલી સહિતના ગામોને ફાયદો થઇ સકે છે જેથી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે