મચ્છુ-૨ સિંચાઈ યોજનાની કેનાલ લંબાવી કમાંડ વિસ્તાર વધારવા માંગ

મોરબી જીલ્લામાં મચ્છુ ૨ સિંચાઈ યોજનાની કેનાલ લંબાવી કમાંડ વિસ્તાર વધારવાની માંગ સાથે સંસ્થા લડત ચલાવી રહી છે જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ના થઇ હોય ત્યારે તાજેતરમાં મોરબી આવેલા વિધાનસભાના વિપક્ષ નેતાને સંસ્થાએ આ મામલે રજૂઆત કરી છે.

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લા માં મચ્છુ-૨ સિંચાઈ યોજના આવેલ છે. જેના કમાન્ડ વિસ્તારમાં હાલ ૧૪ ગામોનો અંશત: સમાવેશ કરવામાં આવેલ છે. સરકાર દ્વારા હાલમાં સૌની યોજના બનાવીને સમગ્ર સૌરાષ્ટ્ર માં સિંચાઈ માટેનું પાણી પહોચાડવાની નેમ રાખવામાં આવેલ છે.

આ યોજનાના મધર ડેમ તરીકે મચ્છુ-૨ ડેમ ને રાખવામાં આવેલ છે. આ ડેમમાંથી બીજા ૪૦ ડેમોમાં પાણી જવાનું છે, ત્યારે અમારા મોરબી વિસ્તાર માં એવો વિસ્તાર કે, જેમાં કોઈજાતની સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી અને હાલ માં આ બધા ગામડા અને ગામના ખેડૂતો બેહાલ દશામાં છે, ગામડાઓ ભાંગી રહ્યા છે, ખેડૂતો હિજરત કરી રહ્યા છે,ખેતીની જમીન વાવવા કોઈ તૈયાર નથી, ખેતી કરવી પોસાતી નથી, આ વિસ્તારને મચ્છુ – ૨ ના કમાન્ડ વિસ્તાર માં વધારો કરી તેમાં સમાવેશ કરવા ની જરૂરીયાત છે.

આ વિસ્તાર ના કુલ ૫૫ કરતા પણ વધારે ગામો ને ફાયદો થશે અને આ વિસ્તારની કુલ ૨૫,૦૦૦/- હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. ૨૫,૦૦૦/- લોકોને રોજીરોટી મળશે. જેથી આ કામની તાત્કાલિક સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવે. આ કામ માટેની ઓફીસ મોરબી ખાતે તાત્કાલિક ખોલવામાં આવે. આ કામના સર્વેક્ષણની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. અને આ કામના અંદાજો બનાવીને તેને મંજુર કરી કોન્ટ્રાકટરો દ્વારા કામની શરૂઆત કરાવવામાં આવે. તેવી માંગ કરવામાં આવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat