મોરબીમાં નાલામાં પાણીના નિકાલ માટેનો પાઈપ બ્લોક, ભૂગર્ભ નિકાલની માંગ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સ્થાનિકોએ પાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી

        મોરબીના એવન્યુ પાર્કમાં ભૂગર્ભગટરનો નિકાલ કરવા બાબતે સ્થાનિકોએ તંત્રને  પત્ર લખી રજૂઆત કરી છે. શહેરના સાયન્ટિફિક વાડી રોડ પર એવન્યુ પાર્કના પાછળ આવેલા નાલામાંથી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ મોટો પાઇપ બ્લોક થઇ ગયેલ છે. જેને લઇને આસપાસના એરિયાના ભૂગર્ભ ગટરનો નિકાલ થઈ શકતો નથી.

મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૦૬ ના રહીશોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શનાળા મેઇન રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે ખૂબ જ મોટા સિમેન્ટ પાઇપ જે સાઈન્ટિફિક વાળી રોડ ઉપર એવન્યુ પાર્કના પાછળના ભાગે આવેલ નાળામાં નિકાલ કરે છે. જેમાં ભૂગર્ભ ગટરનો નિકાલ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. પરંતુ ઘણા સમયથી પાઇપનું મોઢું જે સાયન્ટિફિક વાડી રોડ ઉપર એવન્યુ પાર્કના પાછળના ભાગે આવેલ છે જે બ્લોક થઈ ગયું છે. જેથી ભૂગર્ભ ગટરનું પાણી સ્થાનિકોના ઘરમાં પાછું  ઠલવાય છે. જેથી સ્થાનિકોએ અવારનવાર આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો ન હતો.

સ્થાનિકોનું કહેવું છે કે જો ચોમાસા પહેલા નિકાલ માટેના પાઇપનું મોઢું ખોલવામાં નહીં આવે તો ઉપરથી આવતું આ ગંદુ પાણી સ્થાનિકોના તમામ ઘરમાં પાછું  ઠેલવાની પૂરેપૂરી સંભાવના છે. જેથી ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે મોઢુ ખોલાવવા ઘટતું કરશો. મોઢું બંધ હોવાના કારણે પણ ખીચોખીચ ભરાયેલી રહે છે. જે બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરાતા મોરબી નગરપાલિકા તરફથી ભૂગર્ભ ગટર સફાઈ ના માણસો આવે છે પરંતુ તેઓ પણ એમ જ કહે છે કે પાઇપનુ મોઢુ બ્લોક થઈ ગયેલ હોય જેથી પાણી નીકળી શકતું નથી જેથી તમે લોકો સાહેબની રજૂઆત કરો આમાં મારાથી કશું થઇ શકે તેમ નથી. જેથી સ્થાનિકોએ તંત્રને  રજૂઆત કરી છે કે વહેલા માં વહેલી તકે ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે.

Comments
Loading...
WhatsApp chat