


મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખની ચુંટણી સમયે કોંગ્રેસનો જુથવાદ જોવા મળ્યો હતો અને પક્ષના આદેશનો ઉલાળિયો કરીને બાગી ૧૬ સદસ્યોએ પોતાની મરજીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં પોતાના ઉમેદવારને મત આપી વિજયી બનાવ્યા હતા જે પક્ષના વ્હીપના અનાદર મામલે કોંગ્રેસના જ સદસ્યે ૧૬ બાગી સદસ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ સાથે રજૂઆત કરી છે
મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય હેમાંગભાઈ રાવલે કરલી રજૂઆતમાં જણાવ્યું છે કે જીલ્લા પંચાયતના કોંગ્રેસના ૧૬ સદસ્યએ પક્ષના વ્હીપનો અનાદર કરીને પોતાની મનમાની ચલાવી હતી અને પક્ષે અન્યને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મેન્ડેડ આપ્યા છતાં પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયા અને ઉપપ્રમુખને ૧૬ બાગી સદસ્યોએ પોતાની મરજીથી મત આપી વિજયી બનાવ્યા હતા જેથી પક્ષના વ્હીપનો અનાદર કરવામાં આવ્યો હોય જેથી તમામ ૧૬ સદસ્યો સામે કાર્યવાહી કરીને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
કોંગ્રેસના ૧૬ સદસ્યોની યાદી
1, સોનલબેન જી.જ જાકાસણીયા 2, પ્રભુભાઈ મશરૂભાઈ ઝીઝુવાડીયા ,૩ નિર્મલાબેન ભીખુભાઈ મઠીયા ૪ અમુભાઈ રાણાભાઇ હુબલ ૫ શારદાબેન રાજુભાઈ માલકિયા ૬ મનીષાબેન એમ સરાવડીયા 7 ધર્મેન્દ્ર જસમતભાઈ પટેલ, ૮ હીનાબેન એચ ચાડમિયા ,૯ જમાનબેન એન. મેઘાણી ૧૦ ગીતાબેન જગદીશભાઈ દુબરિયા ,11 કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા ,૧૨ મહેશભાઈ પ્રેમજીભાઈ રાજકોટિયા ૧૩ હરદેવસિંહ જાડેજા ,1૪ કુલસુમ્બેન અકબર બાદી ,૧૫ ગુલામ અમી પરાસરા ૧૬ પીન્કુબને રાજેશભાઈ ચૌહાણ
અગાઉ પ્રદેશ કોંગ્રેસે કારણદર્શક નોટીસ આપ્યા બાદ કાર્યવાહી નહિ
ત્રણ માસ પૂર્વે જીલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં ૧૬ બાગી સદસ્યોએ કરેલી મનમાની મુદે પ્રદેશ કોંગ્રેસે તમામને કારણદર્શક નોટીસ પાઠવી હતી જોકે બાદમાં કોઈ એક્શન લેવામાં આવ્યા ના હતા ત્યારે ફરીથી આ સદસ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ થતા રાજકારણ ગરમાયું છે તો કોંગ્રેસનો જુથવાદ ફરી સપાટીએ જોવા મળી રહ્યો છે