

મોરબી પંથકમાં ચાલુ વર્ષે નહીવત વરસાદ પડ્યો છે ત્યારે આમરણ ચોવીસીના છેવાડાના ગામના ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે જેથી ખેડૂતોને દેવામાફી ઉપરાંત આમરણ ચોવીસીના આં ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ મુખ્યમંત્રીને કરવામાં આવી છે
મોરબીના આમરણ ચોવીસીના આમરણ, ખારચિયા, રાજપર, જીન્જુંડા, કેરાળી, ફડસર, બેલા, જીવાપર, બાદનપર, ધૂળકોટ, કોયલી તેમજ રામનગર અને રાજપર સહિતના ગામોમાં નહીવાટ વરસાદ થયો છે જેથી ખેડૂતોના ઉભા પાકો નિષ્ફળ ગયા છે આ ગામો બિનપિયત વિસ્તારમાં હોય અને સિંચાઈની સુવિધા ના હોય તેમ પાછોતરો વરસાદ ના થતા ઉભા પાક નિષ્ફળ ગયા છે જેથી આ ગામોના ખેડૂતોને પાકવીમો તાકીદે ચૂકવાય અને આમરણ ચોવીસીના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે જીલ્લા કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે
ખેડૂતોના પાક્વીમાં ઉપરાંત આ વિસ્તારમાં પશુધન મોટા પ્રમાણમાં હોય અને માલધારીઓને પશુઓને બચાવવા તાકીદે ઘાસના ડેપો શરુ કરવા અને લોકોના પીવાના પાણીના પ્રશ્ને યોગ્ય કરવાની માંગ કરી છે