સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવા માંગ

ગુજરાત ની પવિત્ર ધરતી પર અનેક મહાપુરુષો એ અવતાર ધારણ કર્યો છે તેમજ અનેક સંતો મહંતો એ જન્મ ધારણ કરી ગુજરાતની ધરતી ને પાવન બનાવી છે. તેમાના એક સંત છે પૂજ્ય જલારામ બાપા. દેશ વિદેશના દરેક ધર્મ તેમજ સંપ્રદાયના લોકોની આસ્થા વીરપુરના જોગી પૂ.જલારામ બાપા સાથે જોડાયેલ છે. કારતક સુદ સાતમ તા.૧૪-૧૧-૨૦૧૮ બુધવાર ના રોજ પૂ. જલારામ બાપાની ૨૧૯ મી જન્મ જયંતિ હોય તે દીવસે રજા જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

સમગ્ર વિશ્વમા વીરપુર જલારામ બાપાનુ એક જ મંદીર એવુ છે જ્યા વર્ષો કોઈ ભેટ કે રકમ સ્વીકારવા મા આવતી નથી છતા વર્ષો થી અવિરત પણે સદાવ્રત ચાલુ છે જેમા અસંખ્ય ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે. દરેક ધર્મ દરેક સંપ્રદાયના લોકો પૂ. જલારામ બાપા મા શ્રધ્ધા ધરાવે છે. પૂ. જલારામ બાપા ના દર્શને લાખો ભક્તજનો પ્રતિવર્ષ આવે છે અને જલારામ બાપાના પરચા પણ જગજાહેર છે. માટે શાક્ષાત ઈશ્વરના અવતાર સમા પૂ. જલારામ બાપા ની જન્મ જયંતિ કારતક સુદ સાતમ ના રોજ સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે

આજ થી ૧૯ વર્ષ પહેલા અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સ્થાપક આદરણીય સ્વ. રસિક લાલ અનડકટ દ્વારા પૂ. બાપા ની ૨૦૦ મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવા તત્કાલીન સરકાર ને રજુઆત કરવામા આવી હતી જે માંગણી સરકાર દ્વારા સ્વીકારવામા આવેલ અને રજા જાહેર કરવામા આવેલ હતી. જેથી મુખ્યમંત્રી વિજયભાઈને પત્ર લખીને સરકાર રજા જાહેર કરે તેવી માંગ જલારામ સેવા મંડળના મહામંત્રી ચિરાગભાઈ રાચ્છે કરી છે

Comments
Loading...
WhatsApp chat