Billboard ad 1150*250

મોરબીમાં ટ્રાફિકના આકરા દંડમાં રાહત આપવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ

0 193
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ટ્રાફિકના નવા નિયમોની અમલવારી શરૂ થઈ ગઈ છે. ત્યારે ઠેરઠેર તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જેથી મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ એક પત્ર લખીને સરકારને રજૂઆત કરી છે.જેમાં તેમણે જણાવ્યું છે કે હેલ્મેટ માણસને જીવન થી હરાવી દેશે, અકસ્માત હાઇવે પર થાય છે શહેરમાં નહીં, શહેર વિસ્તારમાંથી મુક્તિ આપવી જોઈએ અને આકરા દંડમાં રાહત જરૂરી છે.

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે કે, મોરબી શહેર શ્રમજીવી ગરીબ અને નોકરિયાતની વસ્તી ધરાવતું શહેર છે. સમગ્ર જિલ્લામાં મધ્યમ વર્ગ વસવાટ કરે છે. સરકારે જે ટ્રાફિકના નિયમો કરેલ છે. તે અતિ વધારે છે. હાલ પીયુસી વાળા ૨૦ ના બદલે ૧૦૦ રૂપિયા લઇ રહ્યા છે. હેલ્મેટ મળતું નથી 300 રૂપિયાના હેલ્મેટ અત્યારે બાર સો રૂપિયામાં વેચાઈ રહ્યા છે.માટે ગરીબ અને શ્રમજીવી વ્યક્તિઓ લૂંટાઇ રહયા છે. હાલ ૭૦ % સિરામિક કારખાના બંધ છે,  મજૂરો અને કર્મચારીઓના પગાર થતા નથી. તેમાં વળી આ ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે હેલ્મેટ,  પીયુસી,  વીમો તથા અન્ય બહાના હેઠળ તોતિંગ મેમો આપવામાં આવે છે અને ગૃહિણીઓનું બજેટ બગડે છે. મહિને પંદર હજાર કમાતા શ્રમજીવીને ત્રણ હજાર દંડ થાય છે.  માટે સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો નિયમ દૂર કરવો જોઈએ અને પીયુસી,  વીમો આરટીઓના કેમ કરી રાહત આપવી જોઈએ. આમ તમામ નિયમો હળવા કરવા અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat