


મોરબી શહેરની મધ્યમાં આવેલ ગાંધીચોક અને શાક માર્કેટનું શૌચાલય ઘણા સમયથી બંધ હાલતમાં છે તેમજ મહિલા શૌચાલયની વ્યવસ્થા આજદિન સુધી કરવામાં આવી નથી જેથી બંધ શૌચાલય શરુ કરવા તેમજ મહિલા શૌચાલય બનાવવાની માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકર નીર્મીતભાઈ કક્કડે પાલિકાના ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લો જાહેર થઇ ગયો પરંતુ અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે શહેરના બાપા સીતારામ ચોકમાં એક જ શૌચાલય કાર્યરત છે જયારે રવાપર રોડ, વસંત પ્લોટ સહિતના વિસ્તારોમાં સુવિધા નથી તો નગર દરવાજા ચોકમાં પુરુષ મુતરડી જ છે જેનું રીનોવેશન થતું નથી
શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી માટે હજારો લોકો આવતા હોય છે ત્યારે ગાંધી ચોકનું શૌચાલય અને શાક માર્કેટનું શૌચાલય બંધ હોય જેથી ગ્રાહકો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી શાક માર્કેટ અને ગાંધી ચોકનું શૌચાલય પુનઃ શરુ કરવા તેમજ મહિલા શૌચાલય માટેની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે