Billboard ad 1150*250

હેલ્મેટના કાયદામાંથી વિદ્યાર્થીઓ અને લેડીઝને મુક્તિ આપવા ચેમ્બરની માંગ

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે જે અંગે હેલ્મેટ પહેરવામાંથી નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તાર અને વિદ્યાર્થી-લેડીઝને મુક્તિ આપવાની માંગ કરાઈ છે

        મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી વાહન ચલાવનારને હેલ્મેટ પહેરવાનો કાયદો ગામડાથી મોટા શહેરો સુધી બધાને લાગુ પાડી અમલ ચાલુ કરેલ હોય જેનો મોરબી ચેમ્બર સખ્ત વિરોધ કરે છે અને કાયદો મુખ્યત્વે સ્ટેટ-નેશનલ હાઈવે અને બૃહદ મહાનગરપાલિકા સિવાય કયાંય તેનો અમલ કરવો જોઈએ નહિ જેથી નગરપાલિકા વિસ્તાર, વિદ્યાર્થીઓ, લેડીઝને કાયદામાંથી મુક્તિ આપવી જોઈએ. આ કાયદાના અમલથી સામાન્ય પ્રજામાં ખુબ જ ત્રાસદાયક પીડા જોવા મળે છે અને હેલ્મેટ માટે લાઈનો,ટ્રાફિક જામ અને પોલીસ મેમો પકડાવી હિટલરશાહી વાતાવરણ ઉભું કર્યું છે જેથી કાયદાની અમલવારી મોકૂફ રાખવા મોરબી ચેમ્બર દ્વારા વડાપ્રધાન, વાહન વ્યવહાર પ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat