


મોરબી નજીકના રાજપર ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય જેથી અનેક અકસ્માતો પણ સર્જાતા હોય છે જે ગંભીર સમસ્યા અંગે તાલુકા પંચાયત સદસ્યે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
મોરબી તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી તાલુકાના રાજપર ગામથી નસીતપર ગામે જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે અને રોડ પર નસીતપર, ઉમિયાનગર, રામનગર, રામપર અને ખીજડીયા ગામના લોકોને અવરજવર કરવા માટે એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ રહે છે જેથી રસ્તા પર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી તાકીદે નવો ડામર રોડ બનાવવામાં આવે અને રસ્તાની પહોળાઈ વધારવામાં આવે તો ગ્રામજનોને રાહત મળી સકે તેમ હોવાનું જણાવીને આ અંગે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.

