



મોરબી શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને શહેરના ભક્તિનગર સર્કલ અને નવલખી ફાટકે તાકીદે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ધારાસભ્યએ કરી છે
મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારના ટ્રાફિકના ભારણને નિવારવા માટે કંડલા બાયપાસ ઉપરના ભક્તિનગર સર્કલ અને નવલખી ફાટકે ઓવરબ્રિજ બાંધવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે રાજકોટ મોરબી હાઈવેના વિસ્તૃતીકરણના ચાલી રહેલા કામ દરમિયાન જ આ બંને ઓવરબ્રિજ કામગીરી તુરંત જ હાથ ધરાય તેમ કરીને મોરબી પંથકની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક આવે અને લોકોને હાલાકીમાંથી ઉગારવામાં આવે તેવી માંગણી કરી છે



