Billboard ad 1150*250 Billboard ad 1150*250

બેલા ગામે જંગલખાતાની અનામત વીડીમાં પશુઓને ચરવાની મંજુરીની માંગ

બેલા ગ્રામ પંચાયતે કરી કલેકટરને રજૂઆત

બેલા આમરણ ગામ નજીક જંગલ ખાતાની વીડી આવેલી હોય જે વીડીમાં પશુધનને ચરવાની મંજુરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ અંગે ગ્રામ પંચાયતે જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે

બેલા ગ્રામ પંચાયતે જીલ્લા કલેકટરને રજુઆતમાં જણાવ્યું છે કે મોજે બેલા ગામમાં જંગલ ખાતાની અનામત વીડી આવેલી છે જે વીડીમાં હાલની સ્થિતિએ ઘાસચારો સારો ઉગી નીકળ્યો છે જે હાલમાં વરસાદના અભાવે સુકાય છે અને બેલા ગામમાં માલધારી સમાજ પાસે મોટી સંખ્યામાં પશુધન હોય અને ઘાસચારો ના હોવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે જેથી હાલ ઘાસચારો મળે તેવી વ્યવસ્થા માટે બેલા નજીકની વીડીમાં પશુધનને ચરાવવા માટે મંજુરી આપવામાં આવે તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat