


હળવદ પશુપાલકોએ વરસાદ ખેચાતા પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં ચોમ્સા સીઝનને એક માસ જેટલો સમય વીતવા છતાં હળવદ શહેરમાં થોડો પણ વરસાદ થયો નથી અને ગત સાલ પણ નહીવત વરસાદ થયેલ હતો.અમારો મુખ્ય વ્યવસાય પશુપાલન છે જેથી અમે સંપૂણ વરસાદ પર જ આધારિત છીએ.સતત બે વર્ષથી અમે ખુબ કફોળી પરિસ્થિતિ ભોગવીને જેમ તેમ અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ
હાલમાં ઘાસચારાની ખુબ જ તંગી હોઈ અને મોંધવારીના કારણે જરૂરિયાત મુજબનો ઘાસચારો ખરીદી શકીએ તેમ ન હોઈ અમારા પશુઓ વેચવાની ફરજ પડી છે કારણકે દુધાળા પશુઓ માટે જેમ તેમ કરીને થોડા ઘણા ઘાસચારાની વ્યવસ્થા કરીએ તો અન્ય પશુઓ ધાસચારથી વંચિત રહી જઈ છે તેમજ વરસાદ ખેચાતા વધારે ખર્ચ કરીને દુર સુધી જવું પડે છે અને ભાડા ભથ્થાનો ખર્ચ ભોગવવો પડે છે.
જેથી પશુપાલકોએ મામલતદારને વિનતી કરી છે કે અમોને ધાસચારાની વ્યવસ્થા રાહત ભાવે કરી આપો અને પશુઓને ભુખથી બચાવી શકાય તેમજ અમે અમારું ગુજરાન ચલાવી શકીએ .હળવદ વિસ્તાર માટે ધાસચારાની વ્યવસ્થા વહેલી તકે કરી આપવા માંગ કરી હતી.

