મોરબી તાલુકા વિસ્તારને ધ્યાને લઈને બીજું પોલીસ સ્ટેશન ફાળવવા માંગ

મોરબી તાલુકા ભાજપ પ્રમુખે ગૃહમંત્રીને રજૂઆત કરી

 

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે મોરબીની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી ત્યારે મોરબી તાલુકા ભાજપ પ્રમુખે મોરબી તાલુકામાં બીજું પોલીસ સ્ટેશન ફાળવવા માટેની માંગ કરી છે

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકામાં ૧૦૭ ગામો આવેલ છે ક્ષેત્રફળની દ્રષ્ટીએ ૬૦ કિમી લંબાઈ ધરાવતો તાલુકો છે વિસ્તારની દ્રષ્ટીએ તાલુકો મોટો છે તેમજ ઇન્ડસ્ટ્રીઝ આવેલ હોવાથી ૧.૫૦ લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકો પણ વસવાટ કરતા હોય છે જે તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરળતા રહે તેવા હેતુથી મોરબી તાલુકામાં બીજું પોલીસ સ્ટેશન ફાળવવા માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat