Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી પોસ્ટ ઓફિસમાં પૂરતા સ્ટાફ અને સાધનોની અછત મામલે રજૂઆત

રાજકોટ ડીવીઝનના સીનીયર સુપ્રીન્ટેન્ડન્ટને કરી રજૂઆત

ઓદ્યોગિક નગરી મોરબીમાં પોસ્ટ ઓફીસમાં જરૂરી સાધનો તેમજ સ્ટાફની તીવ્ર અછત હોય જે મામલે મોરબીના જાગૃત યુવાને રાજકોટ ડીવીઝનના સીનીયર સુપ્રીન્ટેન્ડન્ટને લેખિત રજૂઆત કરી છે

મોરબીના રહેવાસી અને પોસ્ટ એજન્ટ હિમાંશુભાઈ વ્યાસે પોસ્ટ ઓફીસ મામલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી એમડીજી એ રાજકોટ ડીવીઝનની સૌથી વધુ રેવન્યુ કમાવી આપતી બ્રાંચ છે અને મોરબી એમ ડી જી રાજકોટ હેડ ઓફીસ તરફથી અહી જરૂરી સુવિધા જોવા મળતી નથી જેથી માંગણીઓ કરી છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ એચઓ મુકામે સેવિંગ્સ બેંક કામ માટે ૧૨ કાઉન્ટટર છે અને ૨૧૫૨૧ ખાતાઓ ખુલ્ય અને બંધ થયા છે તે જ સમયમાં મોરબીમાં ફક્ત ત્રણ કાઉન્ટર છે જેમાં ૩૬,૯૦૮ ખાતા ખુલ્યા છે અને બંધ થાય છે રાજકોટ હેડ ઓફિસમાં ત્રણ સુપરવાઈઝર અને ૨૦ પાસબૂક પ્રિન્ટર છે જયારે મોરબીમાં એક જ પાસબૂક પ્રિન્ટર છે રાજકોટ ખાતે આઠ પ્રિન્ટર વધારાના પડ્યા રહે છે અને મોરબીમાં ખામી સર્જાય ત્યારે એજન્ટો સહિતનાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

મોરબી એમ ડી જી માટે એસ પી એમ ગ્રેડ થ્રી ગણાય પરંતુ બે કે ત્રણ વર્ષથી ઇન્ચાર્જ પોસ્ટ માસ્તરથી જ ઓફીસ ચલાવાય છે મોરબી એમ ડી જી સ્ટાફ સ્ટ્રેન્થ ૨૪ ની છે તેની સામે ૨૨ પોસ્ટલ આસીસટન્ટ છે પરંતુ આરટીઆઈના અંતમાં નવથી વધુ પોસ્ટલ આસીસટન્ટ ડબલ કે ત્રિપલ ફરજ બજાવતા હોય તેવું જણાવ્યું છે જે વાત ગળે ઉતરે તેવી નથી આમ પોસ્ટ ઓફિસમાં સ્ટાફ અને સાધનોની અછત હોય જેથી અરજદારે જણાવ્યું મોરબી એમડીજીને લાયકાત મુજબના પૂર્ણ સમયના પોસ્ટ માસ્તર આપવામાં આવે, પુરતી કોમ્પ્યુટર સીસ્ટમ અને પાસબૂક પ્રિન્ટર ફાળવવા, નિષ્ણાંત સ્ટાફની નિમણુક કરવી, સીસીટીવી કેમેરા અથવા સિક્યુરીટી ગાર્ડ આપવા સહિતની માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat