માળિયાના ખેડૂતોની સુરેન્દ્રનગર-માળિયા બ્રાંચ કેનાલ બંદોબસ્ત સક્રિય કરવાની માંગ

શનિવારે સતત છઠ્ઠા દિવસે ખેડૂતોના ઉપવાસ આંદોલન ચાલુ

માળિયા બ્રાંચ કેનાલમાંથી રવિપાક માટે સિંચાઈના પાણીની માંગ સાથે માળિયાના ૧૨ ગામના ખેડૂતો આંદોલન ચલાવી રહયા છે જે સતત છઠ્ઠા દિવસે ચાલુ રહ્યું હતું તો સુરેન્દ્રનગર માળિયા બ્રાંચ કેનાલ ખાતે બંદોબસ્ત સક્રિય કરવા અંગે સરકારને પત્ર લખ્યો છે

માળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ગત સોમવારથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે જે સતત છઠ્ઠા દિવસે ચાલુ હતું તો આજે સંસ્થા દ્વારા ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં અવી છે જેમાં જણાવ્યું છે કે માળિયા બ્રાંચ કેનાલમાં રવિપાક માટે પાણી ના મળતા ખેડૂત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે માળિયા બ્રાંચ કેનાલ પર પાણી ચોરી અટકાવવા મોરબી જીલ્લા એસપી અને કલેકટર તંત્ર રાત્રીના ૧૧ વાગ્યાથી સવારના ૪ સુધી સતત પેટ્રોલિંગ કરેલ અને પાણીચોરી કરતા ઈસમો સામે કરેલી કાર્યવાહીને પગલે ૬ કિમી પાણીનો પ્રવાસ આગળ વધ્યો છે

પરંતુ માળિયાના ૧૨ ગામ સુધી પાણી આગળ વધેલ નથી તેવી જ રીતે સુરેન્દ્રનગરના જીલ્લા પોલીસ અધિકારી સહિતના દ્વારા પણ પગલા લેવામાં આવે તો સમસ્યા હલ થાય તેમ છે અને માળિયા સુધી પાણી મળી રહે જેથી સુરેન્દ્રનગર જીલ્લો કડક એક્શન હાથ ધરે અને ખેડૂતોને પાણી મળે તેવી માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat