Billboard ad 1150*250

મોરબીના ટીંબડી ગામે બિનખેતી થયેલ જમીનમાં શરતભંગ બાબતે પગલાની માંગ

0 99
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના ટીંબડી ગામમાં વાણીજ્ય તથા ઉદ્યોગના હેતુ માટે બિનખેતી થયેલ જમીનમાં શરતભંગ કરવામાં આવી હોય જે મામલે યોગ્ય પગલા ભરવાની માંગ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે

        મોરબીના ટીંબડી ગામના રહીશોએ જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ટીંબડી (ગણેશનગર) ના ટીંબડી ગામના સર્વે નં ૧૦/૨ માં થયેલ રહેણાંક હેતુ બિનખેતીમાં તેઓ વસવાટ કરે છે અને બાજુમાં આવેલ સર્વે નં ૧૦/૧ પૈકી ૧ તથા ૯/૧ માં વાણીજ્ય તથા જન.ઉદ્યોગ હેતુ બિનખેતી કરવામાં આવેલ છે આ બિનખેતી કરતી વખતે બાજુમાં અમારી રહેણાંક હેતુ બિનખેતી થયેલ હોવા છતાં સીમતળ ખેતર દર્શાવી બિનખેતી કરવામાં આવેલ છે બિનખેતી થયેલ જગ્યામાં મોટા લોડીંગ વાહનો અવરજવર કરતા હોય અવાજ,ધૂળ, ધુમાડો પ્રદુષણ થતું હોય જેથી શાંતિથી રહી સકતા નથી અને શરતભંગ થયેલ હોવાનું માની હુકમ નં લેરે. કો.ક. ૬૭/ બિનખેતી શરતભંગ કેસ નં ૧/૧૮-૧૯ તા. ૨૧-૦૧-૨૦૧૯ થી કરી વધારાનું બાંધકામ દુર કરવા અને રોકડ દંડ વસુલવા હુકમ ફરમાવેલ છે જે બાબતે દંડની રકમ ભરપાઈ કરી આપેલ છે ત્યારબાદ શરતભંગ કરનાર હાલના શખ્શ રજનીકાંત લક્ષ્મીશંકર દવે આપના હુકમથી નારાજ થઇ મહે. અધિક સચિવ મહેસુલ મહેસુલ વિભાગ (વિવાદ) અમદાવાદને અપીલ કરતા તેઓએ પણ તેમના હુકમ નં મવીવી/બખપ/ મરબ/૨૦૧૯ તા/ ૧૮-૦૬-૧૯ થી અપીલ અરજી કાઢી નાખી આપનો હુકમ યથાવત રાખવામાં આવેલ છે

        આથી તેઓએ આ વધુ કરેલ બાંધકામ મરજીન છોડ્યા વગરનું દુર કરવાનું થાય છે તેઓએ આજદિન સુધી દુર કરેલ નથી આપના ન્યાયિક હુકમનો અનાદર કરેલ છે આમ છતાં પ્રથમ હુકમ મુજબ કાર્યવાહી ના કરીને આ પ્લોટ નં ૮ હેતુફેર માટે અરજી કરેલ છે જે બાબતે તા. ૦૯-૦૮-૨૦૧૯ ના રોજ વાંધા અરજી કરેલ છે હુકમ મુજબ હેતુફેર ૬ માસની અંદર કરાવી લેવાનું હતું પણ મુદત વીત્યા બાદ અરજી કરેલ હોય આ અરજી અમાન્ય ગણી અને તા. ૨૧-૦૧-૧૯ ના હુકમ મુજબ વધારાનું બાંધકામ દુર કરાવી દરેક પ્રકારનું પ્રદુષણ બંધ કરાવવા માંગ કરી છે અને હુકમ મુજબ અમલવારી નહિ કરવામાં આવે તો લતાવાસીઓને હિજરત કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat