Billboard ad 1150*250

મોરબીમાં કોરોના મહામારી સમયે ધરણા કરનાર ભાજપ આગેવાનો-કાર્યકરો સામે કાર્યવાહીની માંગ

પૂર્વ કોંગ્રેસ પ્રમુખે જીલ્લા એસપીને રજૂઆત કરી

0 273

બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે કોરોના મહામારીના સમયમાં ધરણા કાર્યક્રમ કરનાર ભાજપ આગેવાનો અને કાર્યકરો સામે કાર્યવાહી કરવા જીલ્લા એસપીને રજૂઆત કરી છે

મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુએ જીલ્લા એસપીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લા ભાજપ દ્વારા નવા બસ સ્ટેશન પાસે કોરોના મહામારીના સમયે ધરણા કાર્યક્રમ કરી ગુજરાત સરકારની કોવીડ ગાઈડલાઈન તેમજ સરકારના હાલમાં જાહેર થયેલ નિયમો જેવા કે રાજકીય મેળાવડા કે રાજકીય કાર્યક્રમ ના કરવવાના નિયમોના લીરેલીરા ઉડાવ્યા હતા આ કાર્યક્રમને મંજૂરી કોને આપી જો મંજૂરી ના આપી હોય તો આવા લોકો સામે ગુજરાત સરકારના નિયમોના ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું મોરબીની પ્રજા ઇચ્છે છે, કારણ કે આવા કોરોનાની મહામારીમાં ચાર વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધ છે અને રાજકીય કાર્યક્રમ પર સરકારે પ્રતિબંધ મુકેલ છે ત્યારે ભા.જ.પ પક્ષ દ્વારા કાયદાનો ભંગ કરેલ હોય ને તેમની સામે કાયદેસર ના પગલાં લેવામાં આવે.

મોરબી જિલ્લા ભાજપ દ્વારા ધરણાં નો કાર્યક્રમ કરેલ છે, ત્યારે વર્તમાન સમયે ગુજરાત સરકારે તમામ પ્રતિબંધ મુકેલ છે તો આ લોકોને મંજૂરી કાર્યક્રમ કરવાની કોને આપી જો મંજૂરી ના આપી હોય તો તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પોલીસ અઘિકારીએ આગળઆવું જોય. હાલ ના સમયે મોરબી શહેરમાં સરકાર ના આદેશ મુજબ તમામ પ્રતિબંધ છે. ત્યારે આવા કાર્યક્રમ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જો મંજૂરી આપી તો ક્યાં આઘારે આપી અને ના આપી હોય તો કાર્યકમ કરનાર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરો નહિતર નાછૂટકે કોર્ટમાં જવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat