



મોરબી શહેરમાં અવારનવાર બનતી વિવિધ ઘટનાઓને રોકવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવા હેતુથી મોરબીમાં હિસ્ટ્રીશીટર ગેંગ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર વિવેકભાઈ મીરાણીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં અવારનવાર બનતા બનાવો રોકવા હિસ્ટ્રીશીટર ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ કેટલાક પગલા લેવા જરૂરી હોય જેમાં ફોર વ્હીલના કાળા કાચ કાઢવા જરૂરી છે, રાત્રીના ૧૧ : ૩૦ પછી નાસ્તા અને ચા સહિતની દુકાનો બંધ કરવી, રાત્રીના તમામ રીક્ષાઓના નામ અને નંબર સહિતની તમામ માહિતી રાખવી જરૂરી છે તેમજ ક્રિમીનલ માઈન્ડ ધરાવતા માણસો અવારનવાર ગુનાહિત પ્રવૃતિઓ કરતા રહે છે જેની પર ગુપ્ત રીતે વોચ રાખવી જરૂરી છે અને મોરબી શહેરમાં હિસ્ટ્રીશીટર, જમીન માફિયાઓ અને વ્યાજખોરો ગેંગને ડામવા માટે જરૂરી પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે



