Billboard ad 1150*250

સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારામાં બસ સ્ટેન્ડ બનાવવાની માંગ

0 64
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લાના ટંકારા ખાતે બસ સ્ટેન્ડ ના હોય જેથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમી એવા ટંકારામાં બસ સ્ટેન્ડ આપવાની માંગ સાથે સીએમને પત્ર પાઠવ્યો છે

        મોરબી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ટંકારામાં બસ સ્ટેન્ડ નથી અને ટંકારાને તાલુકો બનાવ્યો છે તેમજ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમી હોવાથી તીર્થસ્થાન પણ છે ટંકારામાં કપાસનો જીનીંગ અને પ્રેસિંગ તેમજ ઓઈલ મિલ ઉદ્યોગ વિકાસ પામ્યો છે છતાં પણ ટંકારા બસ સ્ટેન્ડ સુવિધાથી વંચિત છે બસ સ્ટેન્ડ માટે જગ્યા પણ નક્કી થઇ ગઈ છે પરંતુ બસ સ્ટેન્ડ બનાવવા પ્લાનિંગ થતું નથી જેથી જલ્દીથી ટંકારા મથકે સુવિધાસભર બસ સ્ટેન્ડ નિર્માણ કરીને લોકોને સગવડતા આપવામાં આવે તેવી માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat