


હળવદ તાલુકામા ચોમાસામા વરસાદ ખેંચાતાં હળવદ તાલુકા ના પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે હળવદ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં મામલે હળવદ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ અને ૧૫ ગામો ના સરપંચો મામલતદાર ને રજૂઆત કરી ને આવેદનપત્ર આપ્યું હતું.
હળવદ તાલુકા મા ચોમાસા મા સામાન્ય વરસાદ પડતા હળવદ તાલુકા ખેડૂતો ઓને અને પશુ પાલકોઓ ની હાલત કફોડી બની છે ત્યારે વરસાદ ખેંચાતાં ખેડૂતો ઓ અને પશુપાલકો ને આવષૅ કાળા પાણી રોવા જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે હળવદ તાલુકા પંચાયત ના પ્રમુખ ધમેન્દસિંહ ઝાલા અને ઉપ પ્રમુખ બળદેવ સોનગ્રા ની આગેવાની હેઠળ હળવદ ૧૫ ગામો ના સરપંચો ઓ હળવદ તાલુકા ઓ દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા મામલે મામલતદાર રજૂઆત કરી ને આવેદનપત્ર પત્ર આપ્યું હતું.
રજુઆત મા જણાવ્યા પ્રમાણે કે અમારા તાલુકા મા સામાન્ય વરસાદ પડ્યો છે જેના કારણે હળવદ તાલુકા ના ખેડૂતો અને પશુપાલકો ની હાલત દયનીય બની છે ત્યારે રાજય સરકાર દ્વારા હળવદ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મા આવે તેવી માંગ કરેલ હતી આવેદનપત્ર મા જેરામભાઈ સોનગ્રા. સહીત ના ૧૫ ગામો ના સરપંચો ઓ આવેદનપત્ર આપવા ઉપસ્થિતિ રહ્યા હતા