Billboard ad 1150*250

ટંકારામાં ૧૦૦ બેડની કોરોના હોસ્પિટલ શરુ કરવા પ્રબળ બનતી લોકમાંગ

0 130

કોરોના મહામારી સર્વત્ર જોવા મળે છે ટંકારા તાલુકો પણ અજગર ભરડાથી બાકાત નથી ત્યારે ટંકારામાં ૧૦૦ બેડની કોરોના સારવાર માટે હોસ્પિટલ શરુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

ટંકારા તાલુકાના 50 ગામોમાં કોરોનાની સારવાર માટે સુવિધા નથી. એકપણ કોવીડ કેર સેન્ટર કાર્યરત ના હોય અને ઓક્સીજનના બાટલાની પણ સુવિધા નથી ટંકારા તાલુકા મથક હોવા છતાં કોવીડ કેર સેન્ટર શરૂ થયેલ નથી. સારવાર માટે મોરબી અથવા રાજકોટ ખસેડવા પડે છે. પરંતુ મોરબી તેમજ રાજકોટમાં દર્દીઓને સારવાર આપવા હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા જગ્યા નથી.
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ, ઓરપેટ સંકુલ, સરકારી આઇ ટી. આઇ.ખાતે વિશાળ જગ્યા તથા રૂમો છે. ટંકારા તાલુકા માં કોરોના નું સંક્રમણ ભારે વધેલ છે.ટંકારા તાલુકા ની સરકારી તથા ખાનગી દવાખાનાઓ દર્દીઓ થી ઉભરાય છે. લાઈનો લાગે છે. લેબોરેટરી માં રિપોર્ટ માટે તો મેડિકલ સ્ટોર્સ મા દવાઓ લેવા માટે પણ કતાર છે.

રાજ્ય સરકારે ટંકારા તાલુકાના કોરોનાના દર્દીઓને વિના મુલ્યે સારવાર મળી રહે તે માટે 100 બેડ ની સુવિધા સાથે કોવીડ કેર સેન્ટર શરૂ કરે તેવી ટંકારા તાલુકાના લોકોની માંગણી છે. આ કોવીડ સેન્ટરમાં ડોકટરોની તથા ઓક્સીજનની પૂરતી સુવિધા કરવામાં આવે તેવી માંગ છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat