મોરબીના ચકચારી ખંડણી પ્રકરણમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી પંથકમાં ચકચાર મચાવનાર ખંડણી પ્રકરણમાં આરોપીએ કરેલી જામીન અરજી ડીસ્ટ્રીકટ કોર્ટે માન્ય રાખીને આરોપીનો જામીન પર છુટકારો થયો હતો

ફરિયાદી અમર જયંતી માકાસણાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કરણ નવઘણ ગમારાએ ગત તા. ૧૪-૦૫ ના રોજ બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિરે હતો ત્યારે ફરિયાદીના મોબાઈલ પરથી ફોન આવતા હું અભય બોલું છું વાંકાનેરનો ડોન અભયસિંહ બોલું છું ટ્રેમ કહીને ૫ લાખ મોકલાવી દે કીને ખંડણી માંગી હતી જે ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપી કરણ નવઘણ ગમારાની અટકાયત કરી હતી જેમાં આરોપી તરફે મોરબીના એડવોકેટ જીતેનભાઈ ડી. અગેચણીયાએ આરોપી તરફે જામીન પર છોડવવા અરજી કરી હતી અને બંને પક્ષની ધારદાર દલીલ બાદ બાદ આરોપીના એડવોકેટની તમામ દલીલ માન્ય રાખતા આરોપીને ડીસ્ટ્રીકટ કરતે ૨૫, ૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે

એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપી તદન નિર્દોષ છે અને ખંડણી બાબતે કોઈ રોલ ભજવ્યો નથી અને આરોપી કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતો નથી જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે શરતી જામીન પર છુટકારો કર્યો છે આરોપી તરફે યુવાન એડવોકેટ જીતેન અગેચણીયા, જીતેન્દ્ર સોલંકી, સુનીલ માલકિયા અને વિવેક વરસડા રોકાયેલા હતા.

Comments
Loading...
WhatsApp chat