માળીયામાં ખૂની હુમલા પ્રકરણમાં આરોપીઓનો જામીન પર છુટકારો



માળિયામાં મોટરસાયકલ આડું નાખવા બાબતે બોલાચાલી થયા બાદ મારામારી અને ખૂની હુમલાનો બનાવ બન્યો હતો જેમાં આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરતા કોર્ટે જામીન મંજુર કર્યા છે અને આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે
માળિયામાં ગત તા. ૦૪-૧૦-૧૮ ના રોજ ફરિયાદી સલીમભાઈ સાઉદીન સામતાણીની ફરિયાદ પરથી આરોપી હનીફ અલીમામદ જેડા, અઝહર અલીમામદ જેડા, સિકંદર તાજમહમદ જેડા, શેરમામદ તાજમામદ ભટ્ટીએ ફરિયાદીના ભત્રીજા ફકરૂદિનભાઈએ આરોપી સાથે મોટરસાયકલ આડું નાખવા બાબતે બોલાચાલી થતા ધોકા પાઈપ વડે મારી નાખવામાં ઈરાદે ખૂની હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની અટક કર્યા બાદ આરોપીનાં વકીલ દિલીપભાઈ અગેચણીયા મારફત મોરબી એડી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી
જેમાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે પ્રથમ દર્શનીય ફરિયાદ જોવામાં આવે તો કલમ ૩૦૭ ના કોઈ તત્વો ફલિત થતા નથી અને આરોપીએ હથિયાર ધારણ કર્યું નથી તેમજ કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી અને કોર્ટે ફરમાવે તે શરતોનું ચુસ્ત પાલન કરીશું આમ બચાવ પક્ષના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાની દલીલોને ધ્યાને લોઈને રૂ ૨૫૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે