



હળવદના ભલગામડાના રહેવાસી રમેશભાઈ મહાદેવભાઈની ફરિયાદને આધારે આરોપીઓ જસમત ઉર્ફે જોન્ટી અણદાભાઈ શિહોરા અને અન્ય ૧૩ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને ગાડીમાં આવી ફરિયાદીના ભાઈ જેન્તીભાઈએ આરોપીની દીકરી ભગાડી ગયાની શંકા રાખી ફરિયાદી અને સાહેદોને માર મારી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી
જે મામલે બચાવ પક્ષના એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓએ કોઈ ગુનાહિત કાવતરું રચી અપહરણ કરેલ નથી અને માર મારેલ નથી આ ગુન્હામાં વધુમાં વધુ સાત વર્ષની સજાની જોગવાઈ છે અને કોઈ કલમનો ઉમેરો આવવાની શક્યતા નથી તો આરોપી કોઈ ગુનાહિત ભૂતકાળ ધરાવતા નથી અને તપાસ કરનાર અમલદાર દ્વારા પોલીસ પેપર્સની અંદર કોઈ મેન્ડેનટ્રી પ્રોવીજ્ન ઓફ એસ એસ ૪૧/૪૧ એ ઓફ ધી સી આર પી સી નોટ એવું કોઈ તપાસ કરનારે સોગંધનામમાં ક્લીયર કરવામાં આવેલ નથી
જે તમામ દલીલોને ધ્યાને લઈને મોરબી એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને ૨૫,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા, જીતેનભાઈ અગેચણીયા, જે ડી સોલંકી, નર્મદાબેન ગડેશીયા, સુનીલ માલકીય અને વિવેક વરસડા રોકાયેલા હતા



