આનંદો : મોરબી-રાજકોટ હાઈવે પર સંગમ વોટરપાર્ક અને રેસ્ટોરન્ટનો શુભારંભ !

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 (પ્રમોશનલ આર્ટીકલ)  મોરબી :   ઓદ્યોગિક નગરી મોરબીમાં હરવાફરવા લાયક સ્થળોના વિકાસ ધીમે ધીમે વધી રહ્યા છે અને મોરબીમાં હવે આધુનિક રેસ્ટોરન્ટ, ફરવા લાયક ગાર્ડન અને અન્ય સ્થળો પણ બની રહ્યા છે ત્યારે મોરબીની વોટર પાર્ક પ્રેમી જનતા માટે ખુશખબર છે કારણકે મોરબીથી માત્ર એક કિલોમીટર દુર સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટનો શુભારંભ કરાયો છે જેથી હવે મોરબીના હરવાફરવાના શોખીન પ્રજાજનો ઘર આંગણે જ વોટરપાર્ક અને ટેસ્ટી ફૂડની મજા માણી શકશે  

મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટ ખુલ્લું મુકવામાં આવ્યું છે સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવેલા સ્વીમીંગ પુલમાં હાઈફાઈ કેટેગરીનો વોટર રિસોર્ટ બનાવવામાં આવ્યો છે જેમાં સવારે ૧૦ વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવશે અને માત્ર ૩૫૦ રૂપિયામાં પેન્ડુંલમ, કપલ ટ્યુબ રાઇડ્સ, સિંગલ ટ્યુબ રાઇડ્સ, મલ્ટી લેન્ડ, મલ્ટીપર્પસ કિડ્સ પ્લે, અમ્રેલા, કિડ્સ રાઇડ્સ જેવી આધુનિક રાઇડ્સની મજા માણવા ઉપરાંત બપોરના ભોજનનો પણ એટલા જ ખર્ચમાં સમાવેશ થાય છે

        તે ઉપરાંત સ્વાદપ્રેમી જનતા માટે સાંજે છ વાગ્યા બાદ ફ્રી એન્ટ્રી રહેશે અને ખાલી ભોજનનો સ્વાદ માણવા આવનાર ગ્રાહકોને સંગમ રેસ્ટોરન્ટમાં કાઠિયાવાડી ભોજન વનાળીયાના ફેમસ સુરતી રીંગણાનો ઓળો, માટલા ઊંધિયું, રોટલા, દહીં, માખણ, વઘારેલી ખીચડી-કઢી તેમજ અન્ય દેશી વાનગી પીરસવામાં આવશે તો સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફૂડ અને કોલ્ડ્રીંકસ તો છે જ 

સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટમાં વિશાળ ગાર્ડન, રૂમ સહિતની સુવિધાઓ હોવાથી શુભ પ્રસંગો જેવા કે સગાઇ, રીંગ સેરેમની, બર્થડે પાર્ટી તેમજ કંપની મીટીંગ, ડીલર મીટીંગ માટે પણ આ સ્થળ આગામી દિવસોમાં લોકોની પ્રથમ પસંદગી બની રહેનાર છે  સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટની વધુ વિગત માટે ૯૩૧૬૫ ૩૬૪૫૪, ૯૩૧૬૫ ૩૬૭૧૬ ઉપર સંપર્ક કરી શકાશે 

Comments
Loading...
WhatsApp chat