મોરબીમાં દિવ્યાંગ બાળકોનો ટેલેન્ટ-ફેશન શો નિહાળી દર્શકો અભિભૂત

દિવ્યાંગ બાળકોએ ટેલેન્ટ રજુ કરી મહેમાનોના મન મોહી લીધા

 

ઉદયપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા મોરબીમાં રવિવારે દિવ્યાંગ બાળકો માટે ફેશન શો અને ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જે ટેલેન્ટ શોમાં દિવ્યાંગોએ રજુ કરેલી કૃતિઓએ ઉપસ્થિત મહેમાનોની આંખો ભીંજવી હતી અને દર્શકોને અભિભૂત કર્યા હતા.

મોરબીના ઓમ પાર્ટી પ્લોટમાં મોડી સાંજે યોજાયેલા દિવ્ય ૨૦૧૮ નામના દિવ્યાંગ બાળકો માટે ફેશન અને ટેલેન્ટ શો માટેના કાર્યક્રમનું આયોજન નારાયણ સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. શારીરિક રીતે સક્ષમ ના હોય તેવા બાળકોએ કુદરતે આપેલી શક્તિઓના જોરે ફેશન શોમાં ભાગ લીધો હતો.

જાતે જ ડીઝાઈન કરેલા વસ્ત્રો પહેરીને કેટ વોક અને રેમ્પ વોક કરવામાં આવ્યું હતું પગ ના હોય તેવા ત્રણ દિવ્યાંગ બાળકોએ હાથ પર ઉત્કૃષ્ટ ડાન્સ રજુ કરી દર્શકોના મન જીત્યા હતા તો અન્ય દિવ્યાંગ બાળકોએ પણ કલાના કામણ પાથરીને ફેશન શો અને ટેલેન્ટ શોને યાદગાર બનાવ્યો હતો.

સંસ્થા છેલ્લા ૩૨ વર્ષોથી દિવ્યાંગ બાળકોને પગભર કરી માનભેર જીવન જીવી સકે તે માટે કાર્યરત છે જે દિવ્યાંગને રોજગારી મળે તેવા પ્રયાસ ઉપરાંત સમૂહ લગ્નોત્સવ દ્વારા દામ્પત્ય જીવનની શરૂઆત પણ કરાવે છે તો મોરબીમાં યોજાયેલા દિવ્યાંગ ફેશન શો અને ટેલેન્ટ શોને મોરબીવાસીઓ ક્યારેય ભૂલી નહિ સકે અને દરેક આઈટમને મોરબીવાસીઓએ તાલીઓના ગડગડાટથી વધાવી હતી

 

Comments
Loading...
WhatsApp chat