Billboard ad 1150*250

વાંકાનેરના ગારીડા ગામ નજીક અજાણ્યા વાહનની ઠોકરે દીપડાનું મોત

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

અકસ્માતે દીપડાનું મોત થતા વનવિભાગ હરકતમાં આવ્યું

        વાંકાનેરના ગારીડા ગામના બોર્ડ નજીક આવેલ મોગલ માતાજીના મંદિર પાસે દિપડાનું કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતાં મોત થયું હોવાથી વન વિભાગ હરક્તમમાં આવ્યું હતું

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામના બોર્ડ નજીક આઈ શ્રી મોગલ માતાજીના મંદિરની બાજુમાં ગત મોડી રાત્રીના સમયે દિપડાને કોઈ અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડી આવ્યું હતી અને  દીપડાને પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો જે અંગે વન અધિકારી સી.વી.સણજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દીપડાને મોઢા ભાગે વધુ ઇજા થતાં તેના હાડકા તૂટી ગયા હતા જેથી તેનું મોત થયું છે તો અકસ્માત સર્જનાર વાહનચાલક કોણ છે તેની તપાસ ચાલી રહી છે અને નિયમો મુજબ કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat