



લાયન્સ કલબના લાઇવ વાયર અને સેવાકીય પ્રવૃતિમાં હમેશ અગ્રેસર રહેતા અને “માનવ સેવા એજ પ્રભુ સેવા” સુત્ર ને સત્કર્મ દ્વારા સાર્થક કરનાર લાયન સ્વ. ધવલભાઈ રાંકજાની આજ રોજ દ્વિતીય પુણ્યતિથી નિમિતે તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા લાયન્સ ક્લબ મોરબી નઝરબાગ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,
બે વર્ષ પહેલા મોરબી રેલ્વે સ્ટેસન ખાતે ઠંડા પાણીનું પરબ ક્લબ દ્વારા બનાવામાં આવેલ હતું તેનાથી પણ અત્યાધુનિક ૧૦ લોકો એકી સાથે પાણી પી સકે તેવું ઠંડા પાણીનું પરબ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજ રોજ ખુલ્લું મુકવામાં આવ્યું હતુ અને સાથે સાથે અન્ય પ્રોજેક્ટ્સ માં સંસ્કારધામ બ્લડ બેંક નાં સહયોગ થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૪૦ થી વધુ બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું, અને સમર્પણ હોસ્પિટલ મોરબી-૨ ખાતે સ્વ. ધવલભાઈ રાંકજાની સ્મૃતિમાં એમ્બુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ઉપરાંત લાયન્સ સ્કુલ શનાળા ખાતે આચાર્ય ડો. અમૃત કાંજીયા નાં માર્ગદર્શન હેઠળ બાળકોને ૫-૫ નંગ ફૂલ સ્કેપ ચોપડા વિતરણ તેમજ વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા રામઘાટ અને શોભેસ્વર મંદિર ખાતે બેસવાના RCC બાંકડા મુકવામાં આવ્યા હતા અને અંતમાં વૃધ્ધાશ્રમ અને ગૌશાળા ખાતે બપોરના ભોજન નું પણ આયોજન લાયન્સ ક્લબનાં સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

