Billboard ad 1150*250

મોરબીના બરવાળા ગામે નિર્દોષ પશુઓના મોતની ઘટના દુખદ : ધારાસભ્ય બ્રિજેશ મેરજા

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ઘટનાની તલસ્પર્શી તપાસ જરૂરી : ધારાસભ્ય મેરજા

Post ad 2
Post ad 3

        મોરબીના બરવાળા અને ખાખરાળા ગામની સીમમાં ગૌવંશ એવા ૨૮ અબોલ પશુઓના મોત અંગે સરકારી સંસ્થા તરફથી કોઈ ખુલાસો આવ્યો નથી જે કમનસીબ છે તેવો ખેદ વ્યક્ત કરતા મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે ગામના આગેવાનોએ જયારે ચોખવટ કરી છે કે ગૌવંશ તેના ગામના નથી જેથી આ ૨૮ પશુઓના સામુહિક મોતની ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ ધારાસભ્યે કરી છે

        ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કલેકટરને પત્ર લખીને પશુપાલન ખાતાના સંકલનમાં તાત્કાલિક મેજીસ્ટ્રેટ કક્ષાએ તપાસ થવી જોઈએ સરકારી પશુ ડોકટરોનું કહેવું છે કે મૃત્યુ પામેલ ઢોરોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ ના હોય મૃત્યુનું સાચું કરણ જાણી સકાયું નથી ત્યારે તંત્રને પ્રશ્ન કર્યો છે કે આ સામુહિક પશુઓના મોતની ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં તંત્ર કેમ ઉણું ઉતર્યું છે

જો આવી ઘટનામાં ઢાંકપીછોણો કરવામાં આવશે તો ભવિષ્યમાં અબોલ પશુઓના મોતની સામુહિક ઘટનાઓ બનતી રહેશે જેથી ગૌવંશના મોત ક્યાં કારણોસર થયા તે માટે તકેદારી સેવાય તેવી માંગ કરી છે અને ભવિષ્યમાં આવા બનાવો અટકે તે જરૂરી હોવાનું જણાવ્યું છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat