પગ લપસતા કેનાલમાં ખાબકેલા હળવદના યુવાનનું મોત

હળવદ તાલુકાના સાપકડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતાં હળવદમાં રહેતા ધીરુભાઈ દેવભાઈ રાઠોડ ઉ.૧૯ નામના યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે વધુ તપાસ ચલાવતા હળવદ પોલીસ મથકના કે.એન.બાવરીયાએ જણાવ્યું હતું કે યુવાન ખેતરે મજુરી કરવા ગયો હતો અને તેને માવાની તડપ લાગતા માવો પલાળવા બાજુની નજીક આવેલ કેનાલમાં રાખેલ મશીનની લાઈન પકડીને ઉતરતા તે સમયે તેનો પગ લપસી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat