


રાજકોટના કોઠારિયા ચોકડી નજીકના રહેવાસી દીપેશભાઈ જયેન્દ્રભાઈ ધ્રાંગધ્રરિયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના તે પોતાના મોટરસાયકલ પર તેની માતાને બેસાડીને મોરબી તરફ આવતા હતા ત્યારે ટંકારાના લજાઈ નજીક રોડ પર મોટો ખાડો આવતા તેને બેલેન્સ ગુમાવી દીધું હતું અને માતા પુત્ર બંને પડી ગયા હતા જે અકસ્માતમાં તેની માતા ઉષાબેન જયેન્દ્રભાઈ સુથારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.