


મોરબીના મકનસર ગામની રહેવાસી મહિલા દાઝી જતા સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાંઆવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારના રહેવાસી હર્ષાબેન કેતનભાઈ પરમાર (ઉ.વ.૨૬) નામની પરિણીતા ગાત તા. ૧૨ ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે કેરોસીન છાંટીને સળગી જતા સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે