મોરબીના વાઘપરામાં એકલવાયુ જીવન જીવતા પ્રૌઢનું મોત

મોરબીના વાઘપરામાં એકલવાયુ જીવન જીવતા પ્રૌઢનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તારીખ ૨૫ના રોજ વાઘપરા શેરી-૧માં રહેતા અને એકલવાયુ જીવન જીવતા સામતભાઈ રવાભાઈ ડાંગર પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અને તેમનો મૃતદેહ ડીકમ્પોઝ થઈ ગયો હતો. જે બાદ મૃતક સામતભાઈના સગાને જાણ થતા તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાંથી ફોરેન્સીક પી.એમ. અર્થે મૃતદેહને રાજકોટની સરકારી હોસ્પિટલા ખાતે રીફર કરવાં આવ્યો હતો. જ્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતાં સામે આવ્યું હતું કે, સામતભાઈનું મોત હાર્ટએટેકના કારણે થયું હતું. આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat