Billboard ad 1150*250

મોરબીના ગાળા ગામ નજીક બાઈક સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત

0 327

મોરબી માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે ગાળા ગામ નજીક મોટર સાઈકલ ચાલકે પોતાનું મોટર સાઈકલ સ્લીપ ખવડાવી દેતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામે રહેતો અને મૂળ મધ્યપ્રદેશના વતની હેમસિંગ ગોપાલસિંગ ભંડારી પોતાનું બાઈક જીજે ૩૬ એએ ૧૭૭૮ વાળું લઈને પુરપાટ ઝડપે મોરબી માળિયા હાઈવે પર હતો હોય દરમિયાન ગાળા ગામના પાટિયા નજીક બાઈક સ્લીપ ખવડાવી મોટર સાથે રોડ પર પડી જતા તેને માથામાં ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ મામલે ગ્યાનરંજનભાઈ સ્વાઈનએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat