Billboard ad 1150*250

મોરબીના રફાળેસ્વર નજીક ટ્રક હડફેટે ચડેલ વ્યક્તિનું સારવારમાં મોત

0 94

મોરબીમાં રફાળેસ્વર નજીક રોડ ક્રોસ કરતા ટ્રકના ચાલકે એક વ્યક્તિને હડફેટે લેતા તેને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોય દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના રફાળેસ્વર ગામ નજીક ગોવિંદ મહંતો રોડ ક્રોસ કરી રહ્યો હોય દરમિયાન પુરપાટ ઝડપે આવતા ટ્રક જીજે ૩૬ વી ૮૦૮૩ ના ચાલકે ગોવિંદને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોચી હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.તો બનાવ અંગે મૃતક ગોવિંદના ભાઈ પવનકુમાર મહંતોએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat