

મોરબીના બેલા રંગપર રોડ પરના વેલેન્સી સિરામિકના રહેવાસી રીટાબેન રાકેશભાઈ (ઉ.વ.૨૩) નામની પરિણીતા ગત તા. ૧૮ ના રોજ પોતાની ઓરડીમાં રસોઈ બનાવતી વેળાએ દાઝી જતા તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મોરબી તાલુકા પોલીસે પરિણીતાના અકસ્માત મૃત્યુના બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.