

વાંકાનેર તાલુકાના જુના ગાળિયા ગામે મહિપાલસિંહ કરુણાભા વાળા (ઉ.42)ગત તા.૩ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું આજ સવારના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.