માળીયાના રોહીશાળા ગામની પરિણીતાનું દાઝી જતા મૃત્યુ



માળીયાના રોહીશાળા ગામે રહેતી પરિણીતા વિનુબેન સુનીલભાઈ ભરવાડ (ઉ.૨૧)પોતાના ઘરે રસોઈ કરતી વેળાએ દાઝી જતા તેણીનું મોત નીપજ્યું હતું.તેમજ મૃતક પરિણીતાના લગ્ન ગાળાને માત્ર ૩ માસ જેટલો જ સમય થયો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બનાવની માળીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ ડી.વાય.એસ.પી.જોશી ચલાવી રહ્યા છે.