ઘોર કલયુગ ! ભાવપર ગામે મંદિરમાંથી રોકડ રકમની ચોરી

માળિયા તાલુકાના ભાવપર ગામે તળાવના કાંઠે આવેલ ડારમાં દાદાના મંદિરે ગત રાત્રીના ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળિયા તાલુકાના ભાવપર ગામના વતની અને હાલ મોરબીના મીરાં પાર્કમાં રહેતા મનહરભાઈ ગાંડુભાઈ બાવરવા(ઉ.૪૯) વાળાના કુટુંબના ભાવપર ગામે તળાવના કાંઠે ડારમાં દાદાનું મંદિર આવેલ હોય જ્યાં ગત રાત્રીના સુમારે કોઈ અજાણ્યા ઇસમો મંદિરનું તાળું તોડી મંદિરમાં રહેલ રોકડ રકમ ૧૦૦૦૦ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મનહરભાઈએ માળિયા પોલીસમ મથકમાં નોંધાવી છે.માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat