

મોરબીના ઘૂટું નજીક આવેલા આઈટીઆઈ પાસે આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણ્યા પુરુષના મૃતદેહને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. બનાવ સંદર્ભે તપાસ ચલાવતા તાલુકા પોલીસના પી.એમ. સોલંકી પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર યુવાનના શરીર પર ઈજાના નિશાન મળી રહ્યા છે જોકે પડી જવાથી અકસ્માતે મોત થયું છે કે અન્ય કઈ છે તે પીએમ રીપોર્ટ બાદ જ માલૂમ પડશે. હાલ પોલીસ અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ ચલાવી રહી છે જોકે અજાણ્યા પુરુષની હત્યાની પણ પ્રબળ સંભાવના જોવામાં આવી રહી છે. કારણકે બિન આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અજાણ્યો પુરુષ ચોરીના ઈરાદે આવ્યો હોવાની આશંકાને પગલે ટોળાએ માર માર્યો હોય જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બાબતને હાલ પોલીસ તરફથી કોઈ સમર્થન મળ્યું નથી અને તપાસ ચાલુ હોવાનું પોલીસ જણાવી રહી છે.