ટંકારાના ખાખરા ગામ પાસેથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

ટંકારાના ખાખરા ગામ પાસેથી સાંજના સમયે અજાણ્યા વૃદ્ધ નો મૃતદેહ મળતા પોલીસ ત્યાં પહોંચી ને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

બનાવની મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના ખાખરા ગામ નજીક એક અજાણ્યા વૃદ્ધ નો મૃતદેહ પડ્યો હોવાનું ગામના સરપંચ એ રાજુભાઈ રાઠોડે ટંકારા પોલીસ ને કરતા સુરેશભાઈ ઠોરિયા અને ભાવેશ વરમોર ત્યાં દોડી ગયા હતા અને મતુદેહ ને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પ્રાથમિક તપાસ માં મૃતક ની ઉંમર અંદાજે ૫૫ વર્ષની લાગે છે તેમજ મૃતક ની ઓળખ મેળવા પોલીસે તજવીજ હાથ ધરી છે

જો કોઈ મૃતક ને ઓળખતું હોય અથવા બીજી કોઈ માહિતી હોય તો ટંકારા પોલીસ મથકના ૦૨૮૨૨ ૨૮૭૭૩૩ નમ્બર પર સમ્પર્ક કરવા એક યાદીમાં જાણવાયું છે

Comments
Loading...
WhatsApp chat