
તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
છૂટક મજુરી કરતા યુવાને બેકારીથી કંટાળી પગલું


ભર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
મોરબીના મચ્છુ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે તરવૈયાઓની ટીમ મૃતદેહ ને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મૃતક યુવાને નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોય તેવી માહિતી પોલીસને પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત થઇ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઝુલતા પુલ નીચે મચ્છુ નદીમાં મૃતદેહ હોવાની જાણ થતા ફાયર ટીમના તરવૈયાઓની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે બનાવને પગલે બી ડીવીઝન પોલીસ મથકના આઈ ટી જામ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી
જેની પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ખીમજીભાઈ ડાયાભાઇ સોલંકી (ઉ.વ.૩૮) નામના યુવાન હોવાનું જાણવા મળ્યું છે જે છૂટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેને પગમાં કપસીને પગલે અપંગતતાની સમસ્યાથી તેઓ પીડાતા હતા અને અપરિણીત યુવાને બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે બનાવની નોંધ કરી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
